Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

રસ્તો

રસ્તો

1 min
7.3K


હવે આઘા ન જાઓ મારી આંખોમાં રહો કાયમ;
જરા પણ દૂર જાઓ તેટલો લંબાય છે રસ્તો;

અધર પર સ્મિત લઈ મારી તરફ આવો તમે જયારે;
ભૂલી સઘળુંય આંખોમાં સમાતો જાય છે રસ્તો;

જગત જુએ તમોને હું તમોને દેખતો રહું છું
તમે જ્યાં જાવ છો બસ એ તરફ ફંટાય છે રસ્તો;

કદીક વેરાન રસ્તા પર નજર તારી પડી જાયે,
ને તારી ઝુલ્ફની ખુશ્બુથી બસ મહેકાય છે રસ્તો;

 


Rate this content
Log in