Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Yash Desai

Others

3  

Yash Desai

Others

અષાઢી વરસાદ

અષાઢી વરસાદ

1 min
14.3K


અષાઢી રાતે હું સપનાંમાં આવીને વરસું છું,
કોઈકની આંખોમાં તો કોઈકનાં હદયે વસુ છું...

યાદોના વાદળોમાંથી હું જ્યારે પણ વરસું છું,
છિપાવવા એની તરસ; હું પણ રોજ તરસું છું...

વીજળીક તોફાનો વચ્ચેય હું તો અવિરત વરસું છું,
થાયે 'મનમાં વંટોળ; બાકીતો હુયે' ઝરમર ઝરમર વરસું છું...

ધીરજની ઢાલ ધરીને હુંયે શાંતિને રોજ તરસું છું,
પણ અંતરનાં ઉકળાટ ની હદે તલવારી ધારે અનરાધાર વરસું છું...

ઉપર છલ્લો ઘા નહીં; હું તો સીધો અંતરમાં જ વરસું છું,
થઈ જાયે અંતર માં ઘાયલ ને લાગણીઓ નાં વહે પૂર એમ વરસું છું...

કેદારાની રાહ જોયા વગર જ; શામળશાની જેમ વરસું છું,
શ્રાવણનાં સરવળિયા સમ નહીં; માડીનાં મેઘ સમ બારેમાસ વરસું છું...

ખરો વૈષ્ણવ થવા હું પણ મેઘની જેમ સૌ પર વરસું છું,
યશની પરવાહ છોડી; અંતરની વનરાજી માટે જ વરસું છું...


Rate this content
Log in