Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Children Stories Inspirational

2.5  

BINAL PATEL

Children Stories Inspirational

વાત મારા સ્વર્ગની

વાત મારા સ્વર્ગની

1 min
549


વાત મારા સ્વર્ગની,

મને આજ કરવા દે,

આજ મને મારી જ દુનિયામાં ખોવાવા દે,


થયો હું શહેરી, ને કહેવાયો હું બિઝનેસમેન,

અંતે તો હું કહેવાઉં એક ગામડાનો ગોવાળિયો,


જિંદગીની શરૂઆત, ને એ ગામડાની જમાત,

આજ મને દિલ ખોલીને વાત કરવા દે,


ગામની એ લીલુડી ધરતી જાણે મને સાદ કરતી,

ગામની એ નિશાળ જાણે મને રોજ સંભારતી,


ચોરા પર બેઠેલા મારા દાદાજીની વાતો મને યાદ આવતી,

'માં'ના હાથના મીઠા રોટલા ને છાશ,

ભાઇભાંડુઓ સાથે વડલા નીચેની રમતો, 

બાપુ સાથે ખેતરે ફરતો ને મીઠા આંબા ચૂસતો,


બા ની મીઠી કહાનીઓમાં ખોવાતો,

ને ચાંદની શીતળતામાં સમાતો,

ખુલ્લા આકાશ નીચે સૂતો

ને સવારે કૂકડાની બાંગ સાથે જાગતો,


દાદાજીની શૂરવીરોની ને ક્રાતિવીરોની,

કહાનીઓમાં ખુદને શોધતો,

દેશ ને ધરતી માટે કાંઈક સારું,

અચૂક કરવાના સપના સેવતો,


નાનો હું બાળ ધીમે-ધીમે મોટો થતો,

સપના હજારો લઇ હું શે'રમા ફરતો,


ગમે ઈ હોય દોસ્ત !

મારા ગામની પરંપરા, સંસ્કૃતિ,સભ્યતાને સંસ્કાર,

આ શે'રની ગલીમાં ક્યાંથી ગોતું?

બસ આવી મીઠી યાદોને વાગોળું,


ખુશીની એક ઝલકને જીવું,

સંતોષની એ દુનિયામાં ખોવાઉં,

જોયું મેં એ સ્વર્ગ જે વસ્તુ'તું ગામની ધરતીમાં,


બસ આ વાતથી જ મનમાં ને મનમાં હું હરખાઉં,

જીવેલી જિંદગીના એ થોડા અંશ હું ફરી દોહરાઉં.


Rate this content
Log in