Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મોકલને ચોમાસું ઓરું
મોકલને ચોમાસું ઓરું
★★★★★

© Bharat Vaghela

Others

1 Minutes   14.2K    5


Content Ranking

તારા શહેરમાં ધોધમાર વરસે ને મારું તે ગામ સાવ કોરું.
ભાઈ, મોકલને ચોમાસું ઓરું,
તું મોકલને ચોમાસું ઓરું...
 
ધોળી તે વાદલડી વરસાવે આગ હવે; આકાશે સૂરજ છે ઝાઝા,
કાળી તે વાદલડી તરસાવે રોજ હવે; ઉકળાટે મૂકી છે માઝા.
ફણગો ફૂટેલ બીજ થઈ ગ્યા છે ડૂલ હવે; મૂંજાયા ધરતીનાં છોરું.
તું મોકલને ચોમાસું ઓરું....
 
 
ધોરીના ધણની તે ધુસરીઓ ભાંગે જ્યાં; મોરલિયો ટેહુકડું બોલે,
ખુલ્લા એ ખેતરમાં ભાસે જો મૃગજળ તો; ચાંચોને ચાતકડું ખોલે.
ખાલીખમ સરવરને ઠોલે છે ગીધ અને; કૂવાનું પાણી છે ખોરું.
તું મોકલને ચોમાસું ઓરું...
 

rain

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..