Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Vyas

Children Stories

2  

Kalpesh Vyas

Children Stories

હું છું ગુલમહોર

હું છું ગુલમહોર

1 min
1.0K


 


ગુલમહોર, ગુલમહોર, હું છું ગુલમહોર 

લીલાં વૃક્ષો વચ્ચે દેખાતી એક લાલ મહોર,

લીલા રંગના પાન છે મારા,

લાલ રંગના છે ફૂલ મારા,

મારું વૃક્ષ કેવું દેખાતું હશે ફૂલ-પાન વગર ?

ગુલમહોર, ગુલમહોર, હું છું ગુલમહોર ..


લજામણી જેવા છે પાન મારા,

જાસુંદી જેવા છે ફૂલ મારા,

થનગાટ કરી નાચે મોર, જ્યારે આવે મ્હોર, 

શું મોરકળાનું દૃષ્ય આવ્યું સામે તમારા?

પ્રકૃતિનું દર્શન કરાવતું, હું છું ગુલમહોર..


લીલા પાનને ઢાંકી દેતા લાલ રંગનાં સુંદર ફૂલ,

પમરાટ પ્રસારી મધમાખીને બોલાવે સુંદર ફૂલ,

રસપાન કરીને પરાગ ફેલાવે મધમાખી,

આકર્ષણનું કેન્દ્ર બની જાય મારા લાલ ફૂલ,

આદાનપ્રદાનની શિખવણ આપું, હું છું ગુલમહોર..

 

ફૂલોનું રુપાંતર ટેટામાં થઈ જાય,

ખડખડ એમાંથી અવાજ સંભળાય,

ટેટામાંથી જ્યારે બી છુટા પડી જાય,

એ નવાં વૃક્ષને જન્મ આપી જાય,

પુનર્જીવનનું જ્ઞાન આપતું, હું છું ગુલમહોર..

ગુલમહોર, ગુલમહોર, હું છું ગુલમહોર..


Rate this content
Log in