Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

હે મનવા

હે મનવા

1 min
530



બે પૈસા માટે, 

ઘર છોડ્યું, 

ગામ છોડ્યું, 

છોડ્યો પરિવાર, 

હે મનવા,

તને શું મળ્યું ? 

કરજે વિચાર ! 


બે પૈસા માટે, 

ફળિયું છોડ્યું, 

નળિયું છોડ્યું, 

મિત્રો સાથેનો રવિવાર, 

હે મનવા,

તને શું મળ્યું ? 

કરજે વિચાર !


બે પૈસા માટે, 

ખેતર છોડ્યું, 

પાદર છોડ્યું, 

છોડ્યાં બધા તહેવાર, 

હે મનવા,

તને શું મળ્યું ? 

કરજે વિચાર.....!


બે પૈસા માટે, 

એ વડ છોડ્યો, 

મંદિર છોડ્યું, 

તળાવ ને આનંદ અપાર, 

હે મનવા,

તને શું મળ્યું ? 

કરજે વિચાર !


બે પૈસા માટે, 

કૂતરા છોડ્યા, 

બિલાડા છોડ્યા, 

ગાયો, ભેંસોની વણઝાર, 

હે મનવા,

તને શું મળ્યું ? 

કરજે વિચાર !


બે પૈસા માટે, 

ગાડા છોડ્યાં, 

વાડા છોડ્યાં, 

છોડ્યો સાચો પ્યાર, 

હે મનવા,

તને શું મળ્યું ? 

કરજે વિચાર !


બે પૈસા માટે, 

માતા છોડી, 

બાપા છોડ્યા, 

છોડ્યાં એ ધબકાર, 

હે મનવા,

તને શું મળ્યું ? 

કરજે વિચાર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational