Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

સાગરમાં વસનાર

સાગરમાં વસનાર

1 min
183


પેલાં સાગરમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે

એનાં હૈયાં તે કેવાં હેતાળ, માડી ! મને રમવા બોલાવે

છાનાં કહે મારા કાનમાં

અમે ભમવા તે જાતાં,

દેશ વિદેશને કાંઠડે

રૂડાં ગાયન ગાતાં.

આજે આંહી આવી નીકળ્યાં,

કાલે ક્યાં વળી જાશું !

કોઇ હિસાબ ન રાખતું,

ક્યાંયે રાત રોકાશું !

હું રે પૂછું, મને તેડશો,

તમ સંગમાં ગાવા ?

હૈયે મારે ઘણા કોડ,

દેશ વિદેશમાં જાવા.

વીંછી વીરા ! પાણી -

ડાંમાં ઉતરજે તું ના'વા;

તેડી જશું અમ દેશમાં,

તને ભમવા ને ગાવા.

ના રે બાપુ ! મારી માવડી

ઝૂરી જીવ જ દેશે !

સૂણી સાગર કેરાં બાલૂડાં,

હસી જાય વિદેશે.

(સાખી)

હું મોજું જળનું બનું, તું પરદેશી તીર

દેશાટન કરતો ફરૂં, તારે સકળ શરીર

- માડી ! મને બાળ બોલાવે !

એવાં સાગરમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે.

એવાં વાદળમાં વસનાર, માડી ! મને બાળ બોલાવે.


Rate this content
Log in