Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Romance

1.5  

Shaurya Parmar

Romance

કહી દેજો

કહી દેજો

1 min
13.2K

હું ગમું તો તમે મને કહી દેજો,
પછી ભાડે એમજ રહી લેજો.. હું ગમું તો તમે મને કહી દેજો.
 
પ્રેમના પ્રમેય જોને સાબિત થાય ના,
સ્નેહના આ દાખલા સુત્રોથી ગણાય ના,
કઈ ખબર ના પડે,કશું સમજાય ના,
પણ હું દિલમાં રમું તો મને કહી દેજો,
પછી ભાડે એમજ રહી લેજો.. હું ગમું તો તમે મને કહી દેજો.
 
મનના આ નકશા કેમેય ચીતરાય ના,
પ્રયોગ એવો જેમાં નિર્ણય લેવાય ના,
ભાષા એવી કે જેમાં કશું સમજાય ના,
પણ હું દિલમાં ભમું તો મને કહી દેજો,
પછી ભાડે એમજ રહી લેજો.. હું ગમું તો તમે મને કહી દેજો.
 
હું ગમું તો તમે મને કહી દેજો,
પછી ભાડે એમજ રહી લેજો.. હું ગમું તો તમે મને કહી દેજો.
 
Rate this content
Log in

Similar gujarati poem from Romance