Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

લાગે

લાગે

1 min
13.6K


પગલાં પડેલાં પૃથ્વી પર એ ઊડવાં લાગે;
પડતાં પહેલાં વિશ્વને એ ચાહવાં લાગે !

પગલાંને પૂજતાં અહીં વરસો વહી ગયાં;
એકાદ જણ એની ઉપર તો દોડવા લાગે !

જીવંત કેવાં થઈ જતાં ફૂલોને જોઈને--
ચાલે જો એનું હાથને એ સૂંઘવાં લાગે !

થાકી જતાં અપૂજ રહી સૂઈ જતાં તરત;
ઉઘાડે આંખ ત્યાં જ તો ક્યાં  પ્હોચવાં લાગે !

એનું કશું જ હોય ના તેથી છે સર્વ ચીજ
તારી ને મારી વાતમાં એ કૂજતાં લાગે !


Rate this content
Log in