સ્ત્રી નથી કાયર
સ્ત્રી નથી કાયર
સ્ત્રી નથી કાયર સદા એ લાગણીમાં હાર પામી,
કર્મથી વીરાંગના છે એથી જય જયકાર પામી !
ત્યાગ સીતાનો થયો ના જાણતી એ ભૂલ ક્યાં થઇ ?
કેટલી આપી પરીક્ષા દુ:ખ વારંવાર પામી !
દ્રૌપદીના ચીર પૂરી જાય છે જ્યાં કૃષ્ણ આવી,
ભીષ્મની છે હાજરીને તોય ના આધાર પામી !
એ સદીઓથી ભલે ના બોલતી હો લાજ રાખી,
ત્યાગથી એ કષ્ટ તો હંમેશ અપરંપાર પામી !
બોજ લાદ્યો રીત રસમોનો સદા, ના દૂર ભાગી,
મતલબી છે લોક કેવા એટલો એ સાર પામી !