Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Romance

3  

Gunvant Upadhyay

Romance

એક જ તિખારે

એક જ તિખારે

1 min
6.6K


છે સળગી જવાનું જ એક જ તિખારે;

બની દેવહૂમા ઊભો છું મિનારે.

પ્રયોજું કે ખોળું; ભળું ભીડમાં જઈ?

દ્વિધાવશ બનું છું શબદની કતારે !

ફકત એક પળમાં ક્યા શસ્ત્રો સજાવું?

પડે દાંડી હર પળ નગારે નગારે !

સદીઓ જૂનું રણ અહીં વિસ્તર્યું છે--

ને રેતીનાં સમણાં ચઢે છે વિચારે !

જૂનાં પુસ્તકો જેમ ઊંઘી જ રહેવું;

નથી આંખ ખુલતી ય ગૂજરી બજારે !

નજર નીચી જોઈ પ્રતીક્ષા વધી ગઈ--

ફકત શ્વાસ ચાલે છે એને ઈશારે !

પલોટાઈ જાવું; પટોળાઈ જાવું;

હો ઇચ્છા તમારી નદીને સહારે 


Rate this content
Log in