Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaileshkumar Pandya

Others

4  

Shaileshkumar Pandya

Others

હવે નક્કી ચોમાસું બેઠું!

હવે નક્કી ચોમાસું બેઠું!

1 min
13.6K


"હડી કાઢતું આભ આ આખું, ઊતરી આવ્યું હેઠું રે...
હવે નક્કી ચોમાસું બેઠું રે.

નેવા નવતર રાગે ગાતા, ફાટ ભરીને ફળિયા ન્હાતા.
કમ્ખે કૂવો ઊગ્યો રે... છાંટો લોહી લગ પૂગ્યો રે.
ચાતક મારી આંખડીયુંમાં, હળવે હળવે પેઠું રે.
હવે નક્કી ચોમાસું બેઠું રે.

જળના તોરણ બાંધ્યા દ્વાર, ઝાંપો ડેલી ત્યાં મૂશળધાર,
હાથે દરિયા ફાટયા રે... મે સેંથી કુમકુમ છાંટયા રે.
હોઠનું પરવાળું ચુમીને, એણે જીવતર કીધું એંઠું રે.
હવે નક્કી ચોમાસું બેઠું રે.

જળનાં જીલ્યા લથબથ ભાર, જળના ગૂંથ્યા છે મેં હાર.
કાંટો જળનો વાગ્યો રે... છાતીએ ટહુકો જાગ્યો રે.
કોરપની આ વેદના હવે કેમ કરીને હું વેઠું રે.
હવે નક્કી ચોમાસું બેઠું રે.

હડી કાઢતું આભ આ આખું, ઉતરી આવ્યું હેઠું રે...
હવે નક્કી ચોમાસું બેઠું રે.


Rate this content
Log in