Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Comedy Drama

3  

Smita Dhruv

Comedy Drama

દાન નું પુણ્ય !

દાન નું પુણ્ય !

1 min
421


નાનું વેઈટર ઉભો  છે ટ્રે લઈને,

છેલ્લે બિલ અને મુખવાસ ધરીને,

આંખોમાં છુપાવેલી આશા ભરીને,

ક્યાંક થોડી-ઘણી ટીપ મળી જાય તો ?


કાંતાબેન હિસાબનાં ભારે છે પાક્કાં,

કડકડતી પાંચસોની બે નોટ કાઢતાં,

ઉંચી આંખે વેઈટરને આપતાં,

રખે માળો વધુ લઇ જાય તો ?


બિલ હતું સાતસો ને બાવીસ રૂપિયા,

પાછા મળ્યા કાંતાને બાકીના રોકડા,

બસ્સોને ઇઠોતેર  રૂપિયા ગણતાં,

રખેને આડા-અવળા થઇ જાય તો ?


પૂરેપૂરા રૂપિયા પર્સમાં તો મૂકીયા,

ગણતાં-ગણતાં એક નોટ જે ચૂકીયા,

દસ રૂપિયાની નોટ પડી ગઈ આડી,

નજર બહાર ચાલી, ને કાંતા પણ ચાલી !


બહાર નીકળતાં હરખાતાં -હરખાતાં,

આજે જરાય ખોટો ખર્ચો કર્યો નહિ ને,

વેઈટર લુચ્ચાને કંઈ આપ્યું નહિ ને,

જીતીને જંગ પોતે આવીયાં ત્યાં તો !


વાંસોવાસ નાનું વેઈટર દોડીયો,

બેન-બેન કરતાં આવીને પુગીયો,

કાંતાબેન ગાડીમાં ટટ્ટાર છે બેઠાં,

ટીપ માંગવાની આની હિંમત જુઓ તો !


"નોટ રહી તમારી ટેબલની નીચે,

પર્સમાં મૂકતાં  હાથમાંથી પડી ગઈ,

આ લો તમારા દસ રૂપિયા " ને

નાનુનાં ચેહરા પર સ્મિત છવાયું જી રે !


સ્તબ્ધ થયાં આપણાં કાંતાબેન ત્યાં તો,

શું કરવું, ને શું નહિ, ખૂબ મૂંઝાણા તેમ,

"તારે માટે જ છે, રાખ તું" ખોટું બોલીને,

ભૂલથી એમણે પુણ્ય રળી ખાધું  જી રે  !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy