લૂછતું નથી;
લૂછતું નથી;
1 min
13K
આવીને કોઈ આંસું અહીં લૂછતું નથી;
જાણો જો દુ:ખ; દુ:ખ બહુ લાગતું નથી.
દુર્ગમ કશો જ અર્થ નથી અંધકારનો
નિસ્તેજ જે કશું છે કદી ઊગતું નથી.
શમણાં વિહોણી આંખ બની એજ પ્રશ્ન છે;
ચર્ચાના આ વિષયને કોઈ છેડતું નથી.
લાવો તમારો હાથ; કહું હૂંફ પારખી;
કો'હાથની કમાલ વિશે પૂછતું નથી.
"ગુણવન્ત"ને કશી જ હવે સૂઝ ના પડે;
આખોમાં લાગી આગ છતાં દુ:ખતું નથી.