Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

3  

Dilip Ghaswala

Others

ગઝલમાં 'મા'

ગઝલમાં 'મા'

1 min
13.7K

તારા શ્વાસે તો અમારું આ ધબકતુ ઘર હતું મા,
સુખી છાલકથી છલોછલ આંગણે સરવર હતું મા.

ધોમધખતા સુર્ય શાપિત ગ્રીષ્મમાં છાંયો હતી તું;
વહાલનું વાદળ વરસતુ શ્રાવણી ઝરમર હતું મા.

દુ:ખમાં પણ શાતા મળતી : કેમ કે તું તો હતી ને?
તારી ટેકણ લાકડીથી જીવતર પગભર હતું મા.

યાદ આવે છે મને હાલરડા ને જાગી જવાય છે;
સ્વપ્નમાં તારું મલકતું મુખડું મનહર હતું મા.

જિંદગીનાં દાખલાઓ ખૂબ સારી રીતે ગણ્યાં;
જીંદગાનીનું ગણિત રસભર અને સરભર હતું મા.

Rate this content
Log in