Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

નિરખી લઉં સખી

નિરખી લઉં સખી

1 min
6.9K


તને હૈયાનાં આયનામાં નિરખી લઉં સખી,
તને આજ મનભરી ચાખી લઉં સખી.

ન જાણી શક્યો વહાલને તારા,
ન પામી શક્યો પ્રેમને તારા,
ચાલ હવે બરાબર ઓળખી લઉં સખી.
તને હૈયાનાં આયનામાં નિરખી લઉં સખી.

કેવા હસે છે આ તારલા,
કેવા નાચે છે આ મોરલા,
થાય છે લાવ થોડું હરખી લઉં સખી.
તને હેયાનાં આયનામાં નિરખી લઉં સખી.

કરી જોને કેટકેટલી ઉપાધિ,
તોય લાગી શકી ન સમાધિ,
ખોટી ચિંતાઓને કૂવામાં નાખી લઉં સખી,
તને હૈયાનાં આયનામાં નિરખી લઉં સખી.

લાગી તેમાં ક્યારેય ન કમી.
વહેતી રહી સરિતા સમી,
લાગણીઓને 'જશ' પારખી લઉં સખી,
તને હૈયાનાં આયનામાં નિરખી લઉં સખી.


Rate this content
Log in