Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

રાહત

રાહત

1 min
6.9K


ઊગે સૂરજ ને થાય ધરતી પર રાહત...

અંધારું પૂરું થાય એ જ અંતરની ચાહત!!

 

પડ તૂટે - અંકુર ફૂટે એ બીજની રાહત...

માતૃત્વથી માતા ને શિશુ બેય ને રાહત!!

 

ખીલે ફૂલ ને મુરઝાય એ બાગની રાહત...

બિખરે સુગંધ ચોમેર એ ફૂલની રાહત!!

 

તિતલી-તમરાંના શાંત શોરમાં રાહત...

વીંઝાતી પાંખમાં ઊડતાં પક્ષીની રાહત!!

 

ખીલેલાં કમળ કરે કાદવ ને રાહત...

ગુંજતા ભમરા ભરે અવાજમાં રાહત!!

 

ઊછળતા મોજાંની મોજમાં દરિયાને રાહત...

ભેટી પડે ભેખડને ને થાય કિનારાને રાહત!!

 

અનંત બ્રહ્માંડમાં છે શૂન્ય જ રાહત...

અમાસ પછી પૂનમથી આકાશને રાહત!!

 

વગર વિચારે છે પશુ અને પક્ષીને રાહત...

ચાહના મૃગજળમાં નથી માણસની રાહત!!

 

લય - પ્રલયમાં છે અસ્તિત્વની રાહત...

મળી “પરમ” ઈશારે “પાગલ”ને રાહત!!

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational