Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Harsh Bhrambhatt

Others

3  

Harsh Bhrambhatt

Others

ચિંતાનો વિષય છે

ચિંતાનો વિષય છે

1 min
14.1K


જો આસું ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

"જા, તારું ભલું થાય" કહી કેમ હસ્યા એ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

તારાથી છલોછલ છું હું, ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે;
જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.


Rate this content
Log in