Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnima Bhatt

Others

4  

Purnima Bhatt

Others

થઇ ગયો ,

થઇ ગયો ,

1 min
12.8K


શબ્દના ગાલે ઉઝરડો થઇ ગયો ,
આ ગઝલને પણ ઘસરકો થઈ ગયો .

એક તણખો હોઠ વચ્ચેથી ઉડ્યો,
પ્રશ્ન આખો આગ ઝરતો થઇ ગયો .

લાગણીને તીક્ષ્ણ ઘા વાગ્યો હશે,
રક્તથી પથ્થર પલળતો થઇ ગયો .

મૌનના પડઘા પડે છે મંદિરે,
ઘંટમાંથી રવ ટપકતો થઇ ગયો .

શક્યતાનું એક વર્તુળ જ્યાં થયું,
એકડો શુન્યે સરકતો થઇ ગયો


Rate this content
Log in