કૃષ્ણ ક્યાં મળશે?
કૃષ્ણ ક્યાં મળશે?
1 min
1.3K
એક વાર ગોપી એ રાધાને પૂછ્યું,
કૃષ્ણ ક્યાં મળશે?
રાધા એ કહ્યું!
વાંસળીનાંં સૂરમાં
યમુનાનાં નીરમાં
દ્રૌપદીનાં ચીરમાં
ગોપીઓનાં ઘરમાં
અર્જુનના તીરમાં
મીરાનાં ઝેરમાં
અને
રાધાનાં ઉરમાં
નરસૈયાના ગીતમાં
રુકમણીનાં હેતમાં
પાંડવોની જીતમાં
પૂનમની રાતમાં
અને
રાધાની પ્રીતમાં
અર્જુનના રથમાં
યશોદાનાં હાથમાં
સુદામાના સાથમાં