Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મૌન
મૌન
★★★★★

© Jashubhai Patel

Others

1 Minutes   1.2K    4


Content Ranking

મૌન સાથેનો મારો સંબંધ કેવો અજબ મળશે 
શબ્દો થશે જીવતા ત્યારે કાન અંધ મળશે 

ઊંઘાડી આંખે જોયેલા સ્વપ્નો પાંચ દશ હશે 
ઊંઘતા ઓશીકાને પણ થોડોક યશ મળશે 
અરીસામાંથી ડોકાતા મારા પ્રતિબિંબમાં શું હશે 
શોધવા મથીશ તો થોડીક ઈર્ષા જ મળશે 
શબ્દો થશે જીવતા ત્યારે કાન અંધ મળશે 

રણકતા તારા હાથોમાં મહેંદીનો રંગ કેવો હશે 
ધોઈને જોઈશ તો હસ્તરેખાની નદીઓ મળશે 
હાંફતો સૂરજ ભલે પર્વત પર ખૂશ રહેતો હશે 
નગરમાં થાકેલો ને જંગલમાં અટવાયેલો મળશે 
શબ્દો થશે જીવતા ત્યારે કાન અંધ મળશે 

ગાતાં ફૂલો પર ભમરાના નૃત્યો કેવા હશે 
પાનખરમાં તે રડતા ને વસંતમાં મહેકતા મળશે 
હસતી મસ્ત આંખોની તારી મસ્તી કેવી હશે
'જશ' થોડીક પાગલ ને થોડીક દીવાની મળશે 
શબ્દો થશે જીવતા ત્યારે કાન અંધ મળશે 

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..