Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

મનમોહક

મનમોહક

1 min
203


મુરલીમનોહર રુપ તારું મનમોહક,

તું જીવન આધાર,


મઝધાર પહોંચી નાવ અટવાય,

ન સુઝે કોઈ રસ્તો,

આ પાર કે પેલે પાર, 

કેમ પહોચાશે હવે ?

તું જ કાન્હા પાર ઉતાર


મનમોહક મુંખડું તારું મન મોહતું, 

તારા વિના પછી ક્યાં કશું સુઝતું ?


તારી બંસીના સૂર,

મોરપીંછ, પીતાંબર, 

કે માખણ મિસરી

કાન્હા કણ કણમાં તું જ દેખાય,


શ્રદ્ધા વિશ્વાસની કાચી છે ડોર,

શંકાના પગલે,

જો જે કાન્હા તુટી ના જાય,


બસ મન મારું અટવાયા કરે,

મોહ તારો  અંતિમ શ્વાસ સુધી,

આ લગની તો જન્મોજન્મની,


પાર ઉતાર કે 

મઝધારે ડુબાડ 

હા ! સોપ્યું સઘળું તારા ચરણે.


Rate this content
Log in