Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મન વગરનું મળવું વાલમ
મન વગરનું મળવું વાલમ
★★★★★

© Megh Bindu

Others

1 Minutes   6.8K    5


Content Ranking

મન વગરનું મળવું વાલમ, મન વગર શું મળવું

વાત વાતમાં ઝગડી પડીએ નાહક નાહક રડવું

 

ઉપેક્ષાના તીર હવે તો વીંધે છે હૈયાને

રાત આખીયે ડંખ્યા કરતી વાત બધી શૈયાને

મોંસૂઝણાની વેળાએ પણ જીવતર લાગે કડવું

મન વગરનું મળવું વાલમ, મન વગર શું મળવું?

 

વૈભવને દરિયે બેસીને રેતીમાં નિત ફરતાં

શંખ કોડી ને છીપલાં માટે આપસમાં રે લડતાં

દરિયામાં જન્મારો વીત્યો, તોય શીખ્યા નાં તરવું

મન વગરનું મળવું વાલમ, મન વગર શું મળવું

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..