ટળતો ટળતો હીંડીશ મારે
ટળતો ટળતો હીંડીશ મારે
1 min
161
ટળતો ટળતો હીંડીશ મારે,
આલિંગન દીધા વિના ક્યમ સરેરે;
આગે અમ ઘર નણદલ જુઠી,
ઉઠીને અદેખી હરેરે.
સાસુ સસરો માત પીતારે,
જે બોલે તે સહીએરે;
પૂર્વે એશું અનુભવ છેરે,
તો મૂકી ક્યમ જઈએરે.
એ રસ જાણે જવલ્લોરે જોગી,
કે વળી મુનિવર જાણેરે;
શુક સનકાદિક નારદ જાણે,
જેને વેદ વખાણેરે.
એ રસ જાણે વ્રજનીરે નારી,
કે દેવે પીધોરે;
ઉગરતો રસ ઢળતો દૂતો,
નરસિંહીએ ઝોંટીને લીધોરે.