Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Classics Tragedy

2  

Kiran shah

Classics Tragedy

અટારી

અટારી

1 min
343


મારા ઘરનો વૈભવી હિસ્સો..

રોજ સૂર્યનારાયણના બેસણા

કાયદેસર દરબાર ભરાતો...


સૂર્યના દરબારે

મોર પોપટ હોલો હાજરી પૂરાવતા

ચકલી ને પારેવાંતો કાયમી રહેવાસી..


ક્યારેક ઉડી આવતા સમડી ને ગીધ

થોડો પોરો ખાય વળી ઉડતાં..


હુપા હુપથી શેરી ગજવતા આવતા

હનુમાનના વારસ...

અટારી મારી સૌને રક્ષતી


પાપડ વડી અથાણાં મસાલા

કાતરી સમુહમાં બનતી..

એ સમયે અગાસીનો દબદબો રહેતો


અટારી મારી શેરીમાં સૌથી ઊંચી.

વાર તહેવારે શેરીની બહેનો આવતી

ગરબા ને અંતાક્ષરીની મહેફિલ સજતી..


પૂનમનો ચાંદ અગાસીએ ઉતરતો

ચાંદની ઝળહળ થાતી..

ઉનાળે ઓઢવા પાથરવાના સાથે

રાત ત્યાં તારલા સંગ ગુજરતી..

આસપાસનું દ્રશ્ય મનોરમ્ય..

અટારીએથી ગામ આખું દેખી.

મન કાયમ હરખાતું


કોઈને કહેતા નહીં..

તો એક રાજ કહું..

સંતાકુકડી રમતાં ત્યારે

એ છુપાવાનું ઠેકાણું..

હા! રીસ ચડતી ત્યારે

રીસાય અટારીએ છુપાતા...


વેકેશનમાં પિતરાઇ સાથે

પતંગબાજી અને રમતો રમતાં..


આજ આ બહુમાળી મકાનોમાં

અટારી છે.

બસ આ યાદોમાં ઉમેરો જ નથી..


ક્યાં ખોવાયું સઘળું....


Rate this content
Log in

Similar gujarati poem from Classics