શું કરું?
શું કરું?
1 min
13.9K
બોલવામાં મૌન જાણે પાડતા,
મન ચડેલા જડ ભરતને શું કરું?
ના પરખતા હેત ભીની લાગણી,
કોતરેલી એ મુરતને શું કરું?
ભાવ સમજી લે કશું બોલે નહીં,
મન ઘડેલી આવડતને શું કરું?
ના અધુરી હા અધુરી લાગતી,
રાખતાં ખોટી મમત ને શું કરું?
બસ હવે માસૂમ કથા ટુંકી કરો,
ના સમજતાં આ જગતને શું કરું?