Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meerabai Sant

Classics Others

0  

Meerabai Sant

Classics Others

જંગલ બીચ

જંગલ બીચ

1 min
333


જંગલ બીચ સાંયા ! મેં તો પકડી આંબલિયાની ડાળ રે.

જંગલ બીચ મેં ખડી હો જી.

સરોવર કાંઠે બેઠોઇ એક બગલો

હંસલો જાણેવેને કર્યો મેં સંગ રે

મોઢામાં લીધેલ માછલી હો જી. -સાંયા.

ઊડી ગિયો હંસલો, ગાજે એની પાંખડી,

બાયુ! મરો પિયુડો ગિયો પરદેશ રે,

ફરુકે મારી આંખડી હો જી. -સાંયા.

બાઈ મીરાં ગૂંથે હાર, ફૂલ કેરા ગજરા,

બાયું! મારો શામળિયો રૂડો ભરથાર રે,

બીજા રે વરની આઁખડી હો જી. -સાંયા.

બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરિધરના ગુણ વ્હાલા!

શરણું રાખો મર શ્યામ રે,

ભજન કરીએ ભાવથી હો જી... -સાંયા


Rate this content
Log in