Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ફકીરી હાલ
ફકીરી હાલ
★★★★★

© KAVI KALAPI

Classics

1 Minutes   95    4


Content Ranking

અરે ઉલ્ફત! અયે બેગમ! લીધી દિલબર હતું લાઝિમ?

હતું જે બેહિશ્ત થઈ જહાન્નમ : ફકીરી હાલ મ્હારો છે!

ગયું આ ઝિંદગીનું નૂર : હવે જહાંગીર બેપરવા:

તું લૂંડીની નથી પરવા : ફકીરી હાલ મ્હારો છે!

ન ધારું હું કદી કફની : દગ્ધ દિલ પર ન સારું ખાક:

ન પરવા છે કિસ્મતની : ફકીરી હાલ મ્હારો છે!

હવે દરખત પર ચડવું : બુલબુલ મ્હારું ઢુંઢું હું:

ફરું નાગો બિયાબાને : ફકીરી હાલ મ્હારો છે!

હતો જે હું, હતું જે હું, નથી તે તો, નથી હું હું:

ગયું છૂટી : ગયું ઊડી : ફકીરી હાલ મ્હારો છે!

હવે આ દમ નથી દમમાં : ફકીરી હાલ મ્હારો છે!

પરેશાની જ છે રાહત : ફકીરી હાલ મ્હારો છે!

OLD CLASSIK કલાપી ફકીરી બેગમ લૂંડી કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..