શ્રાવણ આવ્યો..
શ્રાવણ આવ્યો..
1 min
1.2K
શ્રાવણ આવ્યો શ્રાવણ આવ્યો
મસ્ત મજાના તહેવારો લાવ્યો
પુરો મહિનો શીવને સૌ કોઈ પૂજે
નાગપંચમીએ નાગ દેવને પૂજે
શ્રાવણ આવ્યો શ્રાવણ આવ્યો
મસ્ત મજાના તહેવારો લાવ્યો
શીતળા સાતમે તો ટાઢું ખાઈએ,
રક્ષાબંધને લાગણીઓ વાઈએ
શ્રાવણ આવ્યો શ્રાવણ આવ્યો
મસ્ત મજાના તહેવારો લાવ્યો
આઝાદીનો ઉત્સવ ગજવીએ
શ્રી કૃષ્ણનો જન્મ ઉજવીએ
શ્રાવણ આવ્યો શ્રાવણ આવ્યો
મસ્ત મજાના તહેવારો લાવ્યો