'મમ્મી'ની ગમતી વાતો
'મમ્મી'ની ગમતી વાતો
1 min
7.2K
એ સમય કદી ના, મમ્મી ભૂલાતો,
મને યાદ આવતી, તારી ગમતી વાતો;
છું તું મારામાં, છું હું તારામાં
સંગાથે વહીશું, જીવનધારામાં;
જાઉં વારી વારી, તું દુનિયા મારી,
તું સૌથી સારી, ઓ 'મમ્મી' મારી;
એ સમય કદી ના, મમ્મી ભૂલાતો,
મને યાદ આવતી, તારી ગમતી વાતો;
મને ઉંંઘ ના આવે, તો તું જાગતી રહેતી,
હું જમું નહીં તો, તું ભુખી રહેતી;
હું રડી પડું, તો તારી આંખો છલકે,
હું હસી પડું, તો તારૂં મુખડું મલકે;
એ સમય કદીના, મમ્મી ભૂલાતો,
મને યાદ આવતી, તારી ગમતી વાતો;