કાવ્ય ગોષ્ઠી -
કાવ્ય ગોષ્ઠી -
1 min
7.5K
એક ફેસબૂકિયા ભાવકે
કાવ્ય ગોષ્ઠીનું
કર્યું આયોજન.
નિમંત્ર્યા
મારા જેવા ૧૦ ફેસબૂકિયા
મુર્ધન્ય (!!??) કવિઓ જી રે..
ભાવક
રજુ કરે
પોતાની પાંચ પાંચ કવિતા
દરેક કવિઓ જી રે..
ઉત્સાહી કવિ
બસ !!
અમે તો
લાવ્યા
બબ્બે ડાયરી ભરીને કવિતાઓ,
ઓછી પડે આ પાંચ હો જી રે... .
ભાવક
અમને તો
વધુ પડે તમારી
એક એક કવિતા
ને...
નામાંકિત કવિઓ પડે મોંઘા જી રે.
ડાહ્યો કવિ(મારા જેવો)
અલ્યા બહું ખેંચમાં
તૂટી જશે હો જી રે.....
આપણને તો સૌ
લાઈક કરે વાંચ્યા વગર હો રાજ,
સાંભળશે તો ખરા અહીં હો રાજ!
ઠપાકારો ને !
પાંચ તો પાંચ. હો જી રે...