Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Asmita Shah

Others

2  

Asmita Shah

Others

દર્પણ

દર્પણ

1 min
7.2K


દર્પણ તુ જ મને કહે!
હું મુજ ને તુજમાં ખોળું કે તુજને મુજમાં,
ચીર-પરિચિતનાં રંગબેરંગી આકાર દોર્યા,
પૂર્યા બધા મેં રંગ બધા,
 
લાલ,ભૂરો,પીળો,કાળો...ને રચ્યું પાછુ મેઘધનુષ્ય,
લાગણી,પ્રેમ,ઈર્ષ્યા,કામ,ક્રોધ, મોહ બધું જ પૂર્યું...
 
સમય પલટાયો..
 
આત્માએ પથ્થર ઉઠાવી માર્યો તુજ પર,
ને બધા પરિવેશે ઉભેલાનો કચ્ચરઘાણ,
તન પાછુ કોકડું વળી કચ્ચર ભેગી કરે ને ગોઠવે તુજ પર,
કોણ ચઢિયાતું??
આત્મા! કે મન! કે તનની તરસ?
 
બોલ! દર્પણ! હું તુજમાં કે તુ મુજમાં?
અવનવા પરિવેશે હું જ તખ્તો ગજવું ,
ને હું જ મળું તુજમાં ને તુ મુજમાં,
આત્માની અનિમેષ દ્રષ્ટિ..
 
 


Rate this content
Log in