Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hanif Sahil

Abstract Tragedy

3  

Hanif Sahil

Abstract Tragedy

હું ડૂબ્યો

હું ડૂબ્યો

1 min
7.0K


એક ફૂલ ચૂંટવાના હું કિસ્સામાં ડૂબ્યો,

હાથે કરી હનીફ સમસ્યામાં ડૂબ્યો.

શોધી શકી ન કેમે કરી એ નજર મને,

હું શોકગ્રસ્ત લોકના ટોળામાં ડૂબ્યો.

દોડ્યા કર્યું સતત સળગતા સૂર્યની તળે,

પીગળી ગયા ચરણ અને પગલામાં ડૂબ્યો.

 

પુષ્પો જ મારા રોમરોમ પાંગરી ઉઠ્યા!

કઈ એ રીતે વસંતના સપનામાં ડૂબ્યો.

ચહેરા જ માત્ર ચહેરા હતા સી તરફ એ દોસ્ત!

ચટકી શક્યો ન તેથી અરીસામાં ડૂબ્યો.

તરવાનું તો બહાનું હતું આમ તો હનીફ,

સુક્કી ડિબાંગ આંખના દરિયામાં ડૂબ્યો.


Rate this content
Log in