Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
શબ્દ
શબ્દ
★★★★★

© Harshad Solanki

Others

1 Minutes   13.3K    2


Content Ranking

દરિયો દે કાં દરિયાકાંઠો
શું કરવાની કોરી આંખો!

શબ્દ ફૂંક છે શબ્દ ધૂમાડો
શબ્દ ચલમ છે શબ્દ જ ગાંજો

હું એવું પંખી છું જેને
આભ મળ્યું પણ મળી ન પાંખો

કેમ નિરખવો કહે તને, તું
ઝબકારો છે એ પણ ઝાંખો

જાત સમૂળગી ફાટી ગઇ છે
સાંધો પહેલા જાતને સાંધો

ચશ્મા સાથે આંખોની પણ
હે પંડિતજી! કિંમત આંકો

પછડાઈ વેરાઈ જાશે
ભીંતો સામે પાડ ન ઘાંટો

શબ્દ દરિયો દરિયાકાંઠો પંખી આભ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..