Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Shailesh Joshi

Inspirational

2  

Shailesh Joshi

Inspirational

આઉટ ઓફ ડેટ.....

આઉટ ઓફ ડેટ.....

1 min
1.5K


એક મારા અંગત મિત્રએ અચાનક મારા હાથમાં એક ચેક મુક્યો અને કહ્યું;
"
લે આ મારા તરફથી તને ભેટ!"
હું આશ્ચર્યચકિત એની સામે જોઇ રહ્યો
મેં આજ સુધી મિત્રભાવે પણ એમની કોઇ આશા નહોતી કરી.
ને મારે એવી કોઇ મદદની જરૂર પડી હોય એવું યાદ નથી.
છતાં આજે એ મને કહે; "અરે મને ઈશ્વરે આપ્યું છે અને તું એનો હકદાર છે,
હું ખુદ તને આ અધિકાર આપું છું,
જેટલી રકમ જોઈએ તારા હાથે ચેકમાં ભરી દે.”
હું ચેકને હાથ ન લગાવી શક્યો.
હું એના ભાગનું કઈ રીતે લઇ શકું?
એટલામાં એણે જાતે ટેબલ પરથી ચેક ઉઠાવ્યો, ખિસ્સામાંથી પેન કાઢીને મારી આંખો ફાટી રહી.

એક  એકડો ને પછી એક.. બે.. ત્રણ.. એમ મીંડા એ મૂકવા લાગ્યો.
ને એક એક મીંડે મારા શ્વાસ અદ્ધર થતાં ગયાં ને ચેકબૂકનાં આંકડાં સદ્ધર થતાં ગયાં.
હું આખીય જિંદગીમાં ન કમાઈ શકું એટલી રકમ હતી એમાં.
આ ચેક મારા હાથમાં મૂકતા એ કહે;
"ખબર નહિ કેટલાંય જન્મનું ઋણ છે તારું મારા પર..."
મારાથી એની આ લાગણીનો અનાદર ન થઈ શક્યો.
મનની ના છતાં હું એ ચેક લઈ નીકળી ગયો.
આ ઘટનાને ઘણો સમય થઇ ગયો,
એક દિવસ એનો ફોન આવ્યો.
મને કહે; "
આઈ એમ સોરી યાર, એ દિવસે લાગણીના આવેગમાં હું ચેકમાં સહી કરતાં જ ભૂલી ગયો......"
છતાં આઉટ ઓફ ડેટ થયેલા એ ચેકને મે આજેય જીવની જેમ સાચવી રાખ્યો.
કારણ.............?
એ ચેક મારા હાથમાં મૂકતી વખતે એનાં શબ્દોમાં જે લાગણી હતી; 
એનું મૂલ્ય ચેકબૂકનાં આંકડાથી તોલી શકાય એમ નહોતું.


Rate this content
Log in