Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Gunvant Upadhyay

Others

3  

Gunvant Upadhyay

Others

અડસઠમા જન્મદિને

અડસઠમા જન્મદિને

1 min
7.1K


થઈ ગયા છે અડસઠ તીરથ બેઠાં બેઠાં;
આનંદિત ક્ષણ; વાચા અણકથ બેઠાં બેઠાં.

અર્થ મહીંના અર્થ ઉકેલ્યા ત્યારે જાણ્યું
ગાંઠે બાંધ્યું છે જ યથાતથ બેઠાં બેઠાં.

ઝાડી- ઝાંખર; આંબાકૂંજો; તળાવ તરસ્યાં;
જોઈ નાખ્યો આખો યે પથ બેઠાં બેઠાં.

કમલપત્ર પરથી ગબડેલા તેજ-ફુવારા;
હૈયે બાંધ્યાં; બાંધ્યાં બથ બથ બેઠાં બેઠાં.

જેની કાજે રઝળ્યાં લાંબો પંથ કહે છે:
માખણ કાજે મથવાનું; મથ બેઠાં બેઠાં!


Rate this content
Log in