કાનજી
કાનજી
1 min
6.6K
જીદ તારી રાખ આઘી કાનજી,
રૂદિયામાં આગ લાગી કાનજી.
કેટલા યુગની અતૃપ્ત વાસના,
આજ એકાએક જાગી કાનજી.
પામવાને સાથ તારો આજ તો,
ભાન ભૂલીને હું ભાગી કાનજી.
છે વહાલો એટલે તો તુજ કને,
ચીજ મનગમતી મેં માગી કાનજી.
કેટલા વર્ષો પછી હૈયા મહી,
'જશ' સુરીલી વેણું વાગી કાનજી.