Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
પાનખર
પાનખર
★★★★★

© Manu V Thakor

Others

1 Minutes   7.1K    7


Content Ranking

મુજ ‘પાનખર’ને પ્રેમ કરતું ના કોઈ,

પાંદડે વળતી પીળાશને હરતું ના કોઈ;

વીતેલી વસંતને વહાલ સૌ કરતું,

અમ એકલતાને ક્યાં કોઈ વરતું?

પંખીઓ ઉડી ગયા, પાછુ ફરતું ન કોઈ,

સિવાય સૂકાં પર્ણો ફરફરતું ન કોઈ

ભરબપોરે ભેંકાર વરતાવે વાયરો,

વૃક્ષો ભાસે છે જાણે હાડપિંજરો,

જે ખીલતું તે ખરતું આ નિયમ છે નિયતીનો,

કાયમ લીલાશ ઓઢી રહેતું ન કોઈ,

ખેદ, ખાલીપો, ખરતી આશાઓ

મુજ પાનખરની વ્યથાને હરતું ન કોઈ...

પાનખર

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..