ફરિયાદ થઉ છે.
ફરિયાદ થઉ છે.
1 min
1.2K
લાગણીના મોહમાંથી બાદ થઉ છે, સ્નેહના બંધન ત્યજી આબાદ થઉ છે. મેળવ્યું છે શું? અહી સુખને વહેચી, સુખના ભંડારો ત્યજી બરબાદ થઉ છે. સમદુ:ખીયા જન મળે જીવન પડાવે, તે બધાએ રાહબરનો સાદ થઉ છે. છેતરી ગ્યા જે મને ઉસ્તાદ થૈ ને, આજ ઉસ્તાદોનો પણ ઉસ્તાદ થઉ છે. લેખ તે કેવા લખ્યા મારા લલાટે? આજ ઈશ દરબાર જઈ ફરિયાદ થઉ છે.