Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Others

3  

Sapana Vijapura

Others

ધારણ તું પૂછ મા

ધારણ તું પૂછ મા

1 min
13.9K


આ ઉદાસીનું કારણ તું પૂછ મા,
જિંદગીનું શું તારણ તું પૂછ મા.

આપણા રસ્તા શાને ફંટાયા છે;
કોઇ કારણ બે કારણ તું પૂછ મા.

બોજ દુનિયાનો ઊઠાવી ચાલ તું,
શ્વસવું પણ છે ભારણ તું પૂછ મા.

પ્રેમનું બી દિલમાં ઊગ્યુ તો ઊગ્યું,
પ્રેમનું કોઈ મારણ તું પૂછ મા.

ઝાંખરા વળગી ગયાં છે દિલમાં ઘણાં,
તોડવા શે આ ઝારણ તું પૂછ મા.

હું ભરું ડગને રસ્તા દોડી ગયાં,
વિસ્તરી ગયાં કેવાં રણ તું પૂછ મા.

કોઈ કઈ પણ ધારે તું તો તું જ છે,
કોઈ માનવનું ધારણ તું પૂછ મા.

રાતમા તારાં ‘સપનાં’ ને ચાંદની,
આ નશાનું છે ઘારણ તું પૂછ મા.


Rate this content
Log in