થવાનું
થવાનું
1 min
13.5K
મને કામ દીધું પ્રકાશિત થવાનું,
આ મારાથી મારે પરિચિત થવાનું.
અહીં માપપટ્ટી બધાની અલગ છે,
અને આપણે રોજ સાબિત થવાનું.
અહીં હાથ પોતાનો જોઈ તપાસી,
તમારે તમારા પુરોહિત થવાનું.
ધણાંને હસાવી ધણાંને રડાવે,
એ રીતે જ ઈશ્વરને સ્થાપિત થવાનું.
થવાનું અહીં એ તો થઈને રહે છે,
જવા દઈએ આજે આ પંડિત થવાનું.