દોસ્ત
દોસ્ત
હિંમતના હાર દોસ્ત,
વળાંક કોઈક નવો આવશે,
ભરોસો રાખ દોસ્ત,
સૂરજ કોઈક નવો લાવશે.
સાગરમાં ઘણા મોજા ઊછળે છે,
તો ભલે ઊછળે....!
ક્યારેક કિનારો જરૂર આવશે.
રેતાળ ભૂમિમાં ફકત કાંટા જ છે,
તો ભલે રહ્યા....!
ક્યારેક વસંત જરૂર આવશે.
સુકાઈ ગયુ છે સઘળુયે જ્યારે,
તો ભલે સુકાતું,
ક્યારેક ચોમાસું જરૂર આવશે.
હિંમતના હાર દોસ્ત,
વળાંક કોઈક નવો આવશે,
ભરોસો રાખ દોસ્ત,
સૂરજ કોઈક નવો લાવશે.