Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મારી  બા  ગુજરી ગઈ..
મારી બા ગુજરી ગઈ..
★★★★★

© Nirav Vyas

Others

1 Minutes   7.0K    4


Content Ranking

છોડીને સઘળી સલ્તનત; તું આવ ને,
અકબંધ છે મારી મમત; તું આવ ને.
 
તેં માત્ર ટાઇમ પાસ; કહયું'તું યાદ છે?
પૂરી તો કર આખી રમત, તું આવ ને.
 
ચારે તરફ છે ચક્રવ્યુહ, જાણે ચક્ર-વ્યુહ,
ઘેરી ને બેઠું છે જગત; તું આવ ને!
 
તારાથી પહેલાં હું જો ચાલ્યો જાત તો?
તું પણ મને એવું કહત;'તું આવ ને..'
 
ડૂસકે ચઢ્યો છે ઊંઘમાં "નીરવ" ફરી;
તારી જરૂરત છે, સખત, તું આવ ને..

Mother કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..