પ્રભુના નામે
પ્રભુના નામે
1 min
13.4K
હવે તો અહીં વાતે વાતે બદલાય છે
જાત નેતા ની હવે એમજ પરખાય છે.
કાળજા ચીરીને કરે કમાણી રાત દિવસ
કચેરી મા બેસી ને પ્રસાદી ખવાય છે
મતોના નામ પર હવે મહેફિલો કરાય છે
એક મત માટે હવે મદિરા વહેંચાય છે.
સરદાર સુદામા અને ગાંધીનુ ગુજરાત
હવે હરરોજ ભ્રષ્ટાચાર મા ભેરાઈ છે
સતી જતી અને સંતોની આ ભુમિમા
લાજ હવે બહેનોની અહીં ખેંચાઈ છે
કરી લવ હાક હવે હુ ખુદા ને પણ સો.પિ
પ્રભુના નામે પણ હવે પૈસા લેવાઈ છે