Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Arvind Patel

Others

2  

Arvind Patel

Others

કંઈ નથી..

કંઈ નથી..

1 min
6.9K


ભલે સુંદર હોય શરીર, નથી જો શ્વાસ તો કંઈ નથી.
ભલે કહો માનવ એને, નથી માનવતા તો કંઈ નથી.
 
ભલે માતા, જન્મ-દાતા કહો, નથી મમતા તો કંઈ નથી.
ભલે લાખો સજો શણગાર, નથી સૌભાગ્ય તો કંઈ નથી.
 
ભલે પકવાન જમો ભાવતાં, નથી જો ભાવ તો કંઈ નથી.
ભલે રાજા કહો એને, પણ પ્રજા નથી તો કંઈ નથી.
 
ભલે આચાર હોય સાચો, નથી વિચાર તો કંઈ નથી.
ભલે હોય સો નોટ આઉટ, નથી ધ્યેય તો કંઈ નથી.
 
ભલે હોય વાસ્તુશાસ્ત્ર ઘરમાં, વાતું સારી નહોય તો કંઈ નથી.
ભલે ચણો મંદિર મોટા, નથી તેમાં દેવ તો કંઈ નથી.
 
ભલે કાગવાસ નાખો પિતૃઓને, નથી શ્રધ્ધા તો કંઈ નથી.
ભલે હોય વિદ્યાર્થી શાળામાં, નથી જો શિસ્ત તો કંઈ નથી.
 
ભલે હોય લાડકવાયો, પણ થાય હડકવાયો તો કંઈ નથી.
ભલે હોય ડોલર કે દિનાર, સત્કર્મે ન વપરાયતો કંઈ નથી.


Rate this content
Log in