વહેવા દઉં છું
વહેવા દઉં છું
નથી રોકતો હું જાત ને મારી જેમ વહે તેમ વહેવા દઉં છું...
મળે રસ્તામાં જો નદી નાળા ભળે તો તેને ભળવા દઉં છું...
નથી રોક તો હું શ્વાસને મારા હર દમ તેને જીવી લઉં છું...
જો કોઈ અવગુણ હોય ઘટમાં તો જાણી તેને બાળી દઉં છું...
નથી રોકતો હું ભાવને મારા સદા શ્યામને અર્પી દઉં છું...
જો કોઈને હોય અભાવ મારાથી તો તેને પ્રેમે મનાવી લઉં છું...
નથી રોકતો કોઈના હું માર્ગને જે જાય તેને જાવા દઉં છું...
હોય જો કાંટાળો માર્ગ તો બની પુષ્પ ખુદને વેરી દઉં છું...
નથી રોકતો હું આનંદ મારો પરમાનંદમાં સ્થાપી દઉં છું...
જો કોઈ માગે કે ના માગે પ્રેમ સદા હું વેચી દઉં છું...