Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

ભેગી કરીને રાખું

ભેગી કરીને રાખું

1 min
1.4K


વેર વિખેર બધી યાદોને લાવ જરા ભેગી કરીને રાખું 
સ્મ્રુતિઓના આ પટારાને લાવ આજે બંધ કરીને વાખું 

લાગણીઓના ધોધમાર વરસાદમાં પલળેલી બધી આ 
ભીની ઇચ્છાઓને, લાવ જરા તડકે સૂકવવા નાખું 

નારાજગીની વાડ પર હમણાં આછી આછી ઊગેલી 
આ લીલીછમ ચાહતને, ચાલ જરા મન ભરીને ચાખું 

મન તો બન્યું છે પતંગિયું મારું, ચોમેર કરે ઊડાઊડ 
માને ના કહ્યું બીલ્કુલ, કેમ કરી એને બેસાડી રાખું 

હૈયાના બાગમાં ખીલ્યાં છે સેંકડો ગુલાબ ને મોગરા 
એમાં ઊડતા સ્પંદનોના ટહૂકાઓને કેમ હું છાના રાખું 

ને હમણાં તાજી ફૂટેલી આ ઊર્મિઓની નવી કૂંપળોને 
હળવે હાથે, ધીરે ધીરે પંપાળવાનું 'જશ' ચાલુ રાખું 


Rate this content
Log in