Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Hemaxi Buch

Drama

3  

Hemaxi Buch

Drama

વિચારોના વૃંદાવનમાં

વિચારોના વૃંદાવનમાં

1 min
507


શું લખું ને શું ના લખું એવા વિચારો થાય છે,

હમણાં જ કેમ તને મળવાના વિચારો થાય છે.


નસીબની પણ જુઓ ને કેવી ખુમારી છે,

હકીકતમાં ન હોય તેવી વ્યક્તિના વિચારો થાય છે.


રણ ને પણ એક બુંદ પાણીના વિચારો થાય છે,

ને શક્ય ન હોય તેને શક્ય કરવાના વિચારો થાય છે.


અરે જુઓને હકીકતમાં પણ વિચારોનું કેવું વર્ચસ્વ છે,

ન હોય પ્રેમી ને ન હોય પ્રેમિકા છતાં પ્રેમમાં હોવાના વિચારો થાય છે.


જાણતા હોવા છતાં અજાણ બનવાના વિચારો થાય છે,

આ પથ્થર દિલ, હૃદયને પ્રેમમાં પણ ફરિયાદ ના વિચારો થાય છે.


જે ગુમાવ્યું છે તેને પરત મેળવવાના વિચારો થાય છે અને,

જ્યાં લાગણીઓને સ્થાન નથી ત્યાં લાગણી મેળવવાના વિચારો થાય છે.


દુનિયાના સંબંધોમાં એવી તે કેવી કશિશ છે કે મને,

ફરી ફરીને અહિ જ રહેવાના નાહક વિચારો થાય છે.


ચાંદનીને અમાસમાં પણ ચાંદના જ વિચારો થાય છે તેમ,

નજરમાંથી પડી ચૂકેલા ને તેમાંથી ઊંચા ઉઠવાના વિચારો થાય છે.


જાણું છું કે સપનાઓ તૂટવાના જ છે તેમ માનીને જોવાતા હોય છે,

છતાં ક્ષણિક આનંદ મેળવવા પણ એને શેખચલ્લીના વિચારો થાય છે.


ખોવાયેલી ગુમનામ જીંદગીને ફરી મેળવવાના વિચારો થાય છે,

હવે મુશ્કેલીથી મળેલ જીંદગીમાં હસતા જ રહેવાના વિચારો થાય છે.


કહેવાય છે કે કાચનો બનાવેલો મહેલ પણ એકવાર તો પડે જ છે,

માટે "વિચારોના વૃંદાવનમાં" થી મને પાછા ફરવાના વિચારો થાય છે.


Rate this content
Log in