નભનું કેનવાસ..
નભનું કેનવાસ..
1 min
1.3K
આ ખુલ્લી બે આંખ ને છે આ નભનું કેનવાસ
યાદ એક ચીતરાય છે મુજ રુદિયાની પાસ
વચન કોઈકને દીધેલું પાળું કે પછી તોડું?
એ દ્વિધામાં યાદ આવે છે રામજીનો વનવાસ
વિષ ગટગટાવ્યું છે આંખો મીંચીને ઉમ્રભર કે
કદાચ મળે અંતિમ બિંદુએ અમૃતનો અણસાર
શબ્દોના જંગલમાં અટવાયો નિ:શબ્દની શોધમાં
મૌનના ભેદ-ભરમમાં શોધાયું સુખ અનાયાસ
ને મંઝીલ ગણી લીધી હવે આ જ "પરમ" ક્ષણ ને
જાણે થયો ખતમ આ ભીતરનો "પાગલ" પ્રવાસ?