Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
જોતી રહી
જોતી રહી
★★★★★

© Masum Modasvi

Others

1 Minutes   7.1K    7


Content Ranking

દૂરનો સુંદર નજારો આંખડી જોતી રહી,
બાગની મ્હેકી બહારો આંખડી જોતી રહી.

ફુલતા ફલતા વિચારો આંખડી જોતી રહી,
રંગ ધરતો હર નજારો આંખડી જોતી રહી.

ફુલની ફોરમ બધાના શ્વાસમાં ફરતી રહી,
મૌજમાં ડૂબી કતારો આંખડી જોતી રહી.

ભાવનામાં ડૂબનારા વળગણોની કૈદમાં,
કૈદ ભોગી ભાઈચારો આંખડી જોતી રહી.

પ્રેમ ઘેલા રાજવીની છે નિશાની આખરી,
યાદના ઢળતા મજારો આંખડી જોતી રહી.

કેટલા માસૂમ પરાણે દોરવાતા આપણે,
આંખડી કરતી ઇશારો આંખડી જોતી રહી.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..